શું કરવું ?
ક્યારેય અથડાઈને લાગણીઓ પાછી ફરે તો શું કરવું?
ઘણું કરવા છતાં પણ થોડીક ઓછી પડે તો શું કરવું?
બહુ કાળજીપૂર્વક આંસુઓને આંખમાં રોકી રાખ્યા હોય,
પણ કોઈની યાદ આવતી આંખો વરસી પડે તો શું કરવું?
વર્ષો સુધી લાગણીઓના ઈંટોથી સંબંધની ઇમારત ચણી હોય,
નાનકડી તિરાડ પડતા નથી ઇમારત તૂટી પડે તો શું કરવું?
ગઝલને શબ્દ શબ્દ વણી લીધી છે વ્યથા આ હદયની,
વ્યથા લખવા જતા શ્યાહી જ ખૂટી પડે તો શું કરવું?
કેટકેટલા સ્વપ્નો જોઈ રહ્યા હોય છે આ જીવનમાં,
સપના પુરા કરવા જ્યારે જિંદગી ટૂંકી પડે તો શું કરવું?
- ધર્મ

Heart touching
ReplyDeleteThank you 😇😇
Deleteઅદભૂત રચના.
ReplyDeleteThank you 😊❤️
Deleteતારા વખાણ કરવા શબ્દો મારા ખૂટી પડયા ,
ReplyDeleteહવે એનું મારે શું કરવું ? 😅
Damn 😅 by the way thank you
DeleteBoss jabdast🔥🔥
ReplyDeleteThank you 😊
DeleteSeriously it's a heart touching bruh..❤
DeleteSuperb bhai it's really heart touching ❤❤
ReplyDelete